"વશ લેવલ ૨" ની સાથે ભારતીય ગુજરાતી સિનેમામાં ક્રાંતિ લાવનારા ડિરેક્ટર બન્યા કૃષ્ણદેવ યાજ્ઞિક
- Swati Bhat
- Aug 27
- 1 min read
ગુજરાતી સિનેમા નવી ઊંચાઈ સર કરી રહ્યું છે. તેની તાજી સિદ્ધિ છે વશ લેવલ 2, જેનું દિગ્દર્શન પ્રખ્યાત દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિકે કર્યું છે અને જેનું નિર્માણ પ્રતિષ્ઠિત પેનોરમા સ્ટુડિયોઝે કર્યું છે.
સ્વાતિ ભટ

૨૭ ઓગસ્ટ ૨૦૨૫, મુંબઈ (મહારાષ્ટ્ર): વશ લેવલ ૨ ફિલ્મ માત્ર હોરર નથી, પરંતુ વશીકરણ જેવા શૈતાની તત્વો વિરૃદ્ધ માનવ લાગણીની એક અનોખી વાર્તા છે. એક સામાન્ય બાપની એક વિકૃત સાથે ની દમદાર લડત છે.
ફિલ્મ વશ ની સફળતા બાદનું આ સિક્વલ વધુ અંધકારમય અને બુદ્ધિશાળી દિશામાં આગળ વધે છે. જમ્પ સ્કેર પર આધાર રાખવાને બદલે, ફિલ્મ તણાવપૂર્ણ માહોલ ઊભો કરી પ્રેક્ષકોને સતત જોડેલી રાખે છે.
હિતુ કનોડિયા એક લાચાર પણ તાકાતવર અને બુદ્ધિશાળી પિતા તરીકે ખૂબ જ પ્રભાવશાળી અભિનય કરે છે, જ્યારે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા જાનકી બોડિવાલા પોતાની મજબૂત ઉપસ્થિતિથી ફરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરે છે. ફિલ્મનું વિશેષ આકર્ષણ છે હિતેન કુમાર નો ડબલ રોલ, જે તેમની બહુમુખી પ્રતિભાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આંખો થી, હાસ્ય થી, અવાજ મોડ્યુલેશન થી તેમની અભિનય ક્ષમતા એમના બન્ને કિરદાર ને પૂર્ણ ન્યાય આપે છે. મોનલ ગજ્જર અને ચેતન દૈયાના અભિનય ફિલ્મને વધુ મજબૂત બનાવે છે.
ટેકનિકલ ક્ષેત્રે પણ ફિલ્મ શ્રેષ્ઠતા હાંસલ કરે છે. હરેશ ભાનુશાળી અને પ્રશાંત ગોહેલ ની સિનેમેટોગ્રાફી, શિવમ ભટ્ટની એડિટિંગ અને સશક્ત સાઉન્ડ ડિઝાઇન ફિલ્મને ઉચ્ચ સ્તર પર લઈ જાય છે.
વશ લેવલ ૨ ગુજરાતી સિનેમાને નવી દિશા આપતી ફિલ્મ સાબિત થશે અને પેનોરમા સ્ટુડિયોઝ માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસિલ કરશે.
Comments